Jaya Parvati Vrat 2024: Gujarat

Jaya Parvati Vrat Katha in Gujarati

આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે કરવામાં આવે છે. એ દિવસે સવારે વહેલા ઊઠી નાહી-ધોઈ શંકર-પાર્વતીનું પૂજન કરવું. એ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકટાણું કરવું અને છેલ્લા દિવસે જાગરણ કરવું. આ વ્રત કરવાથી સંતાન-સુખ તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતાં હતાં. બંને સતવાદી અને નીતિવાળાં હતાં. તેઓ આખો દિવસ પ્રભુભક્તિમાં ગાળે. તેમને એવો નિયમ કે તેમને આંગણે આવેલ કોઈ પણ વ્યક્તિ ખાધા-પીધા વગર જાય નહિ.

તેઓ બધી વાતે સુખી હતાં, પણ ભગવાને તેમને એક વાતનું દુઃખ આપ્યું હતું, તેમને શેર-માટીની ખોટ હતી.આ શેર- માટીની ખોટને કારણે તેઓ રાત-દિવસ ચિંતિત રહેતાં હતાં.

એક દિવસ નારદજી ફરતાં ફરતાં ત્યાં જઈ પહોંચ્યા. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ તેમનો પ્રેમપૂર્વક આદરસત્કાર કર્યો. પછી બ્રાહ્મણીએ તેમને ફળફળાદિ આપ્યાં.

નારદજીએ પૂછ્યું : “કેમ છો ? મજામાંને ?”

“હા મુનિવર ! આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છીએ, પણ…”

“પણ શું? તમને કઈ વાતનું દુઃખ છે ?”

“મુનિવર ! એક બાબતની ખોટ છે, અને તે માત્ર સંતાન ની !”

નારદજી કંઈક વિચાર કરી બોલ્યા : “હે બ્રાહ્મણ. અહીંથી દક્ષિણ દિશામાં જાવ. ત્યાં એક શિવલિંગ છે. એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ તમે શિવ-પાર્વતીની એકનિષ્ઠાથી સેવાપૂજા કરો, તો જરૂર મહાદેવજી તમારી ઉપર પ્રસન્ન થશે અને અવશ્ય સંતાન આપશે.”

આમ કહી નારદજી ચાલતા થયા.

નારદજીના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધી તૈયારી કરી બીજે દિવસે દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યાં.

થોડા દિવસ તેઓ ભૂખ્યાં અને તરસ્યાં મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડયાં, પણ ક્યાંય એમને આવું મંદિર દેખાયું નહિ.

તેઓ થાકીને એક ઝાડ નીચે બેઠાં અને વિચારવા લાગ્યાં કે ‘હવે શું કરવું?’

બંને વિચારતાં હતાં કે ત્યાં તેમની નજર એક સામે રહેલા મોટા ટેકરા ઉપર પડી. તેમણે કહ્યું: “આ ટેકરા ઉપર તપાસ કરવાની બાકી રહી છે. નક્કી મંદિર ત્યાં જ હોવું જોઈએ.” આમ આશા બાંધી બંને જણા જલદી જલદી ટેકરા ઉપર ચડયાં.

ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં એક નાનકડું મંદિર હતું. મંદિર જોતાં જ બંનેનો થાક ઊતરી ગયો. તેઓ મંદિરમાં ગયાં. મંદિર શંકર-પાર્વતીનું હતું. બંને જણાએ એક ખૂણામાં રહેવાની વ્યવસ્થા કરી.

તેમણે મંદિરમાં પડેલાં ઘાસ, પાંદડાં, ઝાંખરાં, ધૂળ બધું વાળી ઝૂડીને ચોખ્ખું કર્યું. પછી સ્નાન કરી નદીમાંથી પાણી ભરી લઈ શિવ-પાર્વતીને સ્નાન કરાવ્યું.

મંદિર પાસે જ એક બીલીનું ઝાડ હતું. ત્યાંથી બીલીપત્રો લાવી શિવલિંગ ઉપર ચડાવ્યાં. આમ, બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિતપણે શિવ-પાર્વતીની સેવા કરવા લાગ્યાં. બીલીનું ઝાડ પાસે જ હોવાથી બ્રાહ્મણી હંમેશાં બીલીપત્રો તોડી લાવતી, પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું.

આમ કરતાં પાંચ વરસ વીતી ગયાં, પણ ભગવાન પ્રસન્ન થયા નહિ.

મહાશિવરાત્રી નું વ્રત: મહા વદ ચૌદશ

એક દિવસ બ્રાહ્મણ ફૂલ લેવા ટેકરો ઊતરીને સવારનો જંગલમાં ગયો. સાંજ પડવા આવી, છતાં તે પાછો ફર્યો નહિ, એટલે બ્રાહ્મણી ચિંતા કરવા લાગી. તેના મનમાં અનેક પ્રકારની શંકા-કુશંકાઓ પેદા થવા લાગી.

તે પતિને શોધવા નીકળી પડી.

ટેકરો ઊતરીને થોડેક દૂર ગઈ કે એક ઝાડ નીચે તેણે પોતાના પતિને બેભાન દશામાં પડેલો જોયો. પગના અંગૂઠા- માંથી લોહી નીકળતું હતું અને તેની પાસેથી એક નાગ ફૂંફાડા મારતો જતો જોયો.

બ્રાહ્મણીને થયું કે નક્કી આ નાગ મારા પતિને કરડ્યો છે. એના મોઢામાંથી કારમી ચીસ નીકળી પડી. તે બેભાન થઈ ધરતી પર ઢળી પડી.

થોડીવાર બાદ મુર્છા વળતાં તેણે આંખો ખોલી, તો સામે

સોળ શણગાર સજીને ઊભેલાં પાર્વતીજીને જોયાં. તે પાર્વતીને જોઈ ઊભી થઈ. તેમનાં ચરણોમાં ઢળી પડી.

પાર્વતીજીએ તેને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી સજીવન કર્યો.

પછી પાર્વતીજી બોલ્યાં : “તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું, માટે તમારે જે વરદાન જોઈએ તે માર્ગો.”

“માતાજી! અમારે બીજું કાંઈ જોઈતું નથી. અમારે એક સંતાનની ખોટ છે, તે પૂરી કરો.”

પાર્વતી બોલ્યાં: “તમે જયા—પાર્વતીનું વ્રત કરો, તો તમને અવશ્ય સંતાન પ્રાપ્ત થશે.”

“મા! આ વ્રત કેવી રીતે કરવું?”

“આ વ્રત અષાઢ સુદ તેરશને દિવસે શરૂ કરીને અંધારી ત્રીજે પૂરું કરવાનું. આ પાંચેય દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવું. છેલ્લે દિવસે જાગરણ કરવું. એ વખતે શિવ- પાર્વતીની સ્તુતિ, ભજન અને ગરબા વગેરે ગાવા. આ વ્રત વીસ વર્ષ સુધી કરવાનું હોય છે. પહેલા પાંચ વરસે જુવારનું ભોજન ખાઈને, બીજા પાંચ વરસ મીઠા વગરનું ભોજન ખાઈને, ત્રીજા પાંચ વરસ સામા ખાઈને, ચોથા પાંચ વરસ મગ ખાઈને વ્રત કરવામાં આવે છે. આમ વીસ વર્ષ પૂરાં થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવાં. પછી કુંકુમ, કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવાં.

આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પતિનો વિયોગ કદાપિ ભોગવવો પડતો નથી. સંતાન-સુખ પ્રાપ્ત થાય અને અખંડ સુખ મળે છે.”

આમ કહી પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયાં.

બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતાં પોતાને ઘેર પાછાં ફર્યાં. બીજે વરસે તેમણે જયા-પાર્વતીનું વ્રત શરૂ કર્યું. થોડા વખતમાં જ તેમને ત્યાં દેવ જેવો દીકરો અવતર્યો.

હે જયા-પાર્વતીજી ! તમે જેવાં બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યાં તેવાં આ વ્રત કરનાર સૌને ફળજો.

In the vibrant state of Gujarat, amidst its colorful festivals and rich cultural tapestry, Jaya Parvati Vrat holds a special place of reverence among devotees of Goddess Parvati. This traditional Hindu fasting ritual not only celebrates the divine feminine but also embodies the essence of devotion and spiritual discipline. As we delve into the history, customs, and current practices associated with Jaya Parvati Vrat, we uncover a tapestry of faith that has endured through centuries.

History and Mythological Significance

Jaya Parvati Vrat traces its origins to ancient Hindu scriptures and mythology, primarily centered around the divine couple, Lord Shiva and Goddess Parvati. According to legends, Goddess Parvati undertook severe penance and rigorous fasting rituals to attain the affection and companionship of Lord Shiva. Her dedication and unwavering devotion during this period exemplify the virtues of perseverance and spiritual resolve.

The observance of Jaya Parvati Vrat is believed to invoke the blessings of Goddess Parvati for marital harmony, longevity of spouses, and overall well-being of the family. Devotees undertake this Vrat (fast) with utmost sincerity, following prescribed rituals and prayers to honor the divine goddess.

Customs and Rituals

Jaya Parvati Vrat typically spans over several days, during which devotees observe strict fasting rules. The Vrat begins on the Tritiya (third day) of the Shukla Paksha (bright fortnight) in the Hindu month of Ashadha and concludes on the Tritiya of the Krishna Paksha (dark fortnight) in the following month of Shravana.

Devotees abstain from consuming food and water during the daylight hours, breaking their fast only after performing evening prayers and rituals dedicated to Goddess Parvati. Special offerings such as fruits, milk, and sweets are prepared and presented as naivedhya (offering) to the deity, accompanied by the chanting of sacred hymns and mantras.

Women play a significant role in observing Jaya Parvati Vrat, often gathering in groups to perform rituals together and share stories of Goddess Parvati’s devotion and grace. The Vratis seen as an opportunity for spiritual renewal and strengthening familial bonds through shared religious practices.

Celebrations and Festivities

In Gujarat, Jaya Parvati Vrat is celebrated with fervor and enthusiasm, especially in rural areas where traditional customs are deeply rooted. Temples dedicated to Goddess Parvati witnessed increased footfall during this period, with devotees seeking her blessings for marital bliss and domestic harmony.

Various cultural programs, religious discourses, and bhajan-kirtan sessions are organized to commemorate the significance of Jaya Parvati Vrat. The festival also serves as a platform for promoting social cohesion and community solidarity among devotees who come together to participate in collective prayers and rituals.

Latest News and Observations in 2024

As we approach Jaya Parvati Vrat 2024, preparations are underway across Gujarat to observe this auspicious occasion with traditional fervor and devotion. Temple authorities and local communities are making arrangements to accommodate the influx of devotees and ensure the smooth conduct of rituals and festivities.

In recent years, efforts have been made to preserve and promote the cultural heritage associated with Jaya Parvati Vrat, including documentation of rituals, publication of relevant literature, and organizing educational programs to raise awareness about its significance.

Conclusion

Jaya Parvati Vrat in Gujarat stands as a testament to the enduring faith and devotion of Hindu devotees towards Goddess Parvati. Through its rich history, customs, and rituals, this fasting observance continues to inspire spiritual seekers and strengthen familial bonds through shared religious practices.

As we participate in Jaya Parvati Vrat 2024, let us embrace the teachings of Goddess Parvati’s resilience and unwavering devotion, seeking her blessings for harmony, prosperity, and spiritual enlightenment.

2 thoughts on “Jaya Parvati Vrat 2024: Gujarat”

Leave a Comment